રાજ્યનું બરડા વન્યજીવ અભયારણ્ય ઍશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ બન્યું છે. વર્ષ 2025ની ગણતરી મુજબ, બરડામાં કુલ 17 સિંહની હાજરી નોંધાઈ છે. એટલું જ નહીં, બરડા અભયારણ્ય હાલ 260થી વધુ પ્રાણીઓ અને જળચર પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે.બરડા વન્યજીવ અભયારણ્ય’ને સ્થાનિકો ‘બરડો’ તરીકે ઓળખે છે. આ સ્થળ પોરબંદર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલા અતિમહત્વના જૈવવિવિધતાવાળા પ્રદેશમાંથી એક છે. ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર રહેલું બરડા આજે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવાયેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વનું રહેઠાણ છે. અદાજે 192થી વધુ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યમાં પથરાયેલા ડુંગરો, ઋતુગત નદીઓ, ઉચ્ચ પ્રદેશ, પાનખર જંગલો, વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ પણ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 9:00 એ એમ (AM)
બરડા વન્યજીવ અભયારણ્ય ઍશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ બન્યું
