શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રાનો દક્ષિણ કાશ્મીરના પહેલગામ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને રૂટથી આજથી આરંભ થઈ રહ્યો છે.બાલતાલ રૂટથી બે હજાર ત્રણસો થી વધુ યાત્રાળુઓ અને પહેલગામ રૂટથી ત્રણ હજાર થી વધુ યાત્રાળુઓને લઈને લગભગ ત્રણસો વાહનો શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગથી કાશ્મીર ખીણમાં સુરક્ષિત રીતે પહોંચ્યા.યાત્રાળુઓ “બમ બમ ભોલે” અને “બરફાની બાબા કી જય” ના નારા લગાવતા જોવા મળ્યા. સ્થાનિકો, નાગરિક સમાજના સભ્યો અને જિલ્લા વહીવટીતંત્રે યાત્રાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, પવિત્ર ગુફા સુધી યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રી અમરનાથજીની પવિત્ર ગુફા માટે યાત્રાળુઓના પ્રથમ જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું.
Site Admin | જુલાઇ 3, 2025 7:45 એ એમ (AM)
બમ બમ ભોલેના નાદ સાથે કાશ્મીરના પહેલગામ અને બારતાલથી શ્રદ્ધાળુઑનું પવિત્ર ગુફા તરફ પ્રયાણ
