બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે નવ વાગીને ત્રણ મિનિટે 3.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર અમીરગઢ તાલુકાનું દાનાપુર અને સોનવાડી ગામ હતું.
બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, પાલનપુરથી 31 કિલોમીટર ઉતર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ બનાસકાંઠાના અમીરગઢ આસપાસના તાલુકાઓમાં ભૂકંપ અનુભવાયો હતો, લોકો ઘરની બહાર નીકળી ગયા, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ભૂકંપ અનુભવ્યો હતો, જો કે બંને રાજ્યમાં ક્યાંય પણ જાન માલને નુકશાનના સમાચાર નથી.
Site Admin | ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM)
બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે 3.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો
