બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં ઓછામાં ઓછા દસ શ્રમિકોના મોતની આશંકા છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે શ્રમિકો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા.
ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ઘટનાની માહિતી મળતા ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. શ્રી રાજપુતે જણાવ્યું હતું કે, આગમાં 10થી વધુ શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટના માટે દોષિતો સામે સરકાર કડક કાર્યવાહી કરશે
કલેકટર અને જિલ્લા પોલીસ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.