ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 9:40 એ એમ (AM)

printer

બનાસકાંઠા અને અંતરિયાળ ડાંગ જિલ્લામાં નાગરિકોની સુવિધા વધારતા વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી

રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે વર્ષ 2025-26ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વર્ષ 2025-26 માટે એક હજાર 704 લાખના 754 વિકાસના કામોને મંજુર કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં મંત્રીએ સમયમર્યાદામાં તમામ વિકાસના કામો પૂરા થાય તે માટે સૂચન કર્યું હતું. જેમાં વર્ષ 2022-23 અને 2023-24ના કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નિયત સમયમર્યાદામાં કરવા સુચના આપવામાં આવી હતી.વધુમાં મંત્રીક્ષીએ જણાવ્યું હતું કે આયોજનના કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તો નાગરિકોને તેનો વધુ ફાયદો મળી રહેશે. આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.