ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 6:49 પી એમ(PM)

printer

બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો

બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે..વાવની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ગામડે ગામડે મતદારોને રિઝવવા માટે બેઠકો કરી રહ્યા છે. સંગઠનના નેતાઓ પણ ગામડે ગામડે સભાઓ કરી મતદારોનો વિશ્વાસ જીતવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જેમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ પ્રચાર કરી જન આશીર્વાદ મેળવી રહ્યા છે. આજે ભાજપ ઉમેદવારે વાવ વિધાનસભાના વાવડી જુવા ગામે લોક સંપર્ક કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ આજે ડોર ટુ ડોર પ્રચાર માટે ગામડાઓમાં સભાઓ કરી હતી.
વાવ વિધાનસભામાં ત્રીપાખીઓ જંગ જામ્યો છે. જેમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ મતદારોને આકર્ષવા માટે સભાઓ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ