પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે. જેમાં છ K.W. ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ પેટે લેવાતા 2,000 રૂપિયા સુધીનો ખર્ચ હવે લાઈસન્સ ધારક કંપની ચૂકવશે. જ્યારે 10 કિલોવોટની ક્ષમતાનું કનેક્શન મેળવવા માટે ટેકનો ફિઝિબિલિટી રિપોર્ટની જરૂરિયાતને દૂર કરી દેવાઈ છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ ‘જર્ક’ એ બહાર પાડેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે
