સપ્ટેમ્બર 10, 2024 7:35 પી એમ(PM) | ગુજરાત

printer

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ સક્રીય રીતે કાર્ય કરી રહ્યું છે.
સમીક્ષા બેઠકમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અમીલકરણમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે. આ બંને યોજનાના અમલમાં ગુજરાત ટૂંક સમયમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરીને નવો લક્ષ્યાંક સ્થાપિત કરશે.