પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી આજે સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ ફેઝ-1નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે બે હજાર 580 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને ખાતમુહૂર્ત પણ કરશે.
આ કાર્યક્રમ બાદ તેઓ સુરત જશે, જ્યાં તેઓ સાંજે સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. અહીં તેઓ 2 લાખ 30 હજારથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે. આ અંગે સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર વધુ વિગતો આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી 8 માર્ચનાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગુજરાત સરકારના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથની મહિલાઓને આર્થિકસહાય પૂરી પાડનારા GSAFAL યોજના અને ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય કરનારા G-MAITRI કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
Site Admin | માર્ચ 7, 2025 2:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે
