પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન વેપાર, રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સ્વચ્છ અને હરિયાળી ઊર્જા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વાટાઘાટો બાદ એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે બે દાયકા જૂની વ્યૂહાત્મક ભાગીદારીના મૂળમાં લોકશાહી મૂલ્યોમાં સહિયારી શ્રદ્ધા અને પ્રગતિ અને સમૃદ્ધિ પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા રહેલી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે ભાગીદારીને વિસ્તૃત અને મજબૂત બનાવવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે વેપાર, ટેકનોલોજી, રોકાણ, નવીનતા, ગ્રીનગ્રોથ, સુરક્ષા, કૌશલ્ય અને ગતિશીલતા પર સહયોગમાટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે કનેક્ટિવિટી વધારવા માટે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર તરફ નક્કર પગલાં લેવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કોરિડોર વૈશ્વિક વાણિજ્ય, ટકાઉ વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે એક એન્જિન સાબિત થશે.બાઈટ – નરેન્દ્ર મોદી કોરિડોર આતંકવાદ અનેસાયબર સુરક્ષા અંગે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સાયબર સુરક્ષા, દરિયાઈસુરક્ષા અને આતંકવાદ વિરોધી કાર્યવાહી પર સહયોગ વધુ વધારવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના યુરોપિયન સંઘના નિર્ણયનું સ્વાગત કરે છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શૈક્ષણિક, સંશોધન અને ઉદ્યોગ ભાગીદારીને વધારવા માટે બંને પક્ષો વચ્ચે નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યોકે ભારતની યુવા પ્રતિભા અને યુરોપના નવીનતાનું મિશ્રણ અપાર શક્યતાઓનું સર્જન કરીશકે છે. તેમણે કહ્યું કે ભારત યુરોપિયન સંઘની નવીવિઝા “કાસ્કેડ” વ્યવસ્થાનું સ્વાગત કરે છે.ઉર્સુલાવોન ડેર લેયેને કહ્યું કે ભારત યુરોપની સમાન વિચારધારા ધરાવતો મિત્ર દેશ છે અને બંને વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ સંબંધ વધુ મજબૂત બની રહ્યો છે.તેમણે કહ્યું કે બંને દેશો સહિયારા વિશ્વાસ અને મૂલ્યોથી બંધાયેલા છે. શ્રીમતી લેયેને જણાવ્યું હતું કે બંને પક્ષો એક નવા વ્યૂહાત્મક એજન્ડા પર કામ કરવા સંમતથયા છે, જેમાં આર્થિક વિકાસનો સમાવેશ થાય છે. શ્રીમતી લેયેન ગઈકાલે 22 યુરોપિયન સંઘ કમિશનરો સાથે ભારતની બે દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. યુરોપિયન સંઘ કોલેજ ઓફ કમિશનર્સની આ ભારતની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાતથી બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:58 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી અને EUના વડા વોન ડેર લેયેને વેપાર, ગ્રીન એનર્જી અને કનેક્ટિવિટી માટે મહત્વાકાંક્ષી એજન્ડા નક્કી કર્યો
