પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2016 માં આ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે થતા પાકના નુકસાન અને નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
આ યોજનાએ નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોની આવક સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યોજનાની સફળતા અને સંભાવનાને ઓળખ્યા પછી, કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26 સુધી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેનું કુલ બજેટ 69 હજાર 515 કરોડ રૂપિયાથી વધુ છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:27 પી એમ(PM) | પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા
