પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.
આ પહેલ ચાલી રહેલા જળશક્તિ અભિયાન સાથે સંલગ્ન છે વરસાદના એકએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે.નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 24 હજાર 800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનુ સામૂહિક ભાગીદારી સાથે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ભૂગર્ભ જળ સંચય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. આ અભિયાન હેઠળ બાંધવામાં આવેલ માળખા વરસાદી પાણીના સંગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવશે.