ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 17, 2025 3:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્યુ કે ’અટલ લેક્ચર સિરીઝ’થી અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે. જ્યારે ડૉ. સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે.
સ્પીપા દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શરૂ કરવામાં આવી છે. જેમાં દેશ અને રાજ્યભરના વિવિધ વિષયના નિષ્ણાંતો ભાગ લઈને સુશાસન અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્યાખ્યાયન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.