પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના આ દિશામાં એક મહત્વનું પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આનાથી પછાત જિલ્લાઓમાં પાક ઉત્પાદનમાં વૃદ્ધિ તો થશે જ. સાથે જ આપણા માટે અનાજ ઉત્પન્ન કરનારાઓની આવકમાં પણ વધારો થશે. આ યોજના નીતિ આયોગને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત છે અને આ પહેલો એવો કાર્યક્રમ છે, જે ખાસ કરીને ખેતી અને સંબંધિત ક્ષેત્રો પર કેન્દ્રીત છે.
વર્ષ 2025-26ની અંદાજપત્ર જોગવાઈઓમાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત 100 જિલ્લાના વિકાસ માટે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ માહિતી આપી
Site Admin | જુલાઇ 17, 2025 9:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ
