ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 10, 2025 7:53 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકાના દેશોને સત્તા નહીં પણ ભાગીદારી દ્વારા સ્વદેશી ઓળખ જાળવી રાખીને ભવિષ્યનું નિર્માણ કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથ અંગે ખૂબ ચિંતિત છે અને વ્યક્તિગત રીતે નહીં પણ વિશ્વ સાથે વૃધ્ધિ કરવામાં માને છે.નામીબિયાની સંસદને સંબોધતા શ્રી મોદીએ ભારત અને નામીબિયા વચ્ચેના ઊંડા મૂળ ધરાવતા ઐતિહાસિક સંબંધોને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો માત્ર તેમના ભૂતકાળને જ સંભારતા નથી, પરંતુ તેમના સહિયારા ભવિષ્યની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતના લોકો નામિબિયાના મુક્તિ સંગ્રામ દરમિયાન તેમની સાથે ગર્વથી ઊભા રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ “લોકશાહીની માતા” અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત તરફથી પ્રતિષ્ઠિત ગૃહના સભ્યો અને નામિબિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છાઓ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ આફ્રિકાના યુવાનોની ક્ષમતા નિર્માણ અને નામિબિયામાં આરોગ્યસંભાળના માળખાના વિસ્તરણ પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરવાની પણ પુષ્ટિ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નામિબિયા સાથે ઉદ્યોગસાહસિકતા, આરોગ્ય અને ડિજિટલ સહકાર સહિતની સમજૂતિઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.શ્રી મોદીએ નામિબિયા સાથે આગામી સમયમાં હીરા ક્ષેત્રે વેપાર વધુ મજબૂત થવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ.પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, ભારત-આફ્રિકા વચ્ચેની ભાગીદારીનું સાચું મૂલ્ય વૃધ્ધિ અને સહિયારા હેતુમાં સમાયેલું છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, ભારત આફ્રિકામાં સ્થાનિક રોજગાર સર્જન અને સ્થાનિક નવીનીકરણને પ્રોત્સાહન આપવા રોકાણ કરવાનું ચાલુ રાખશે.પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આફ્રિકાને માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે ન જોવું જોઈએ, પરંતુ એક એવા ખંડ તરીકે જોવું જોઈએ જેણે મૂલ્ય સર્જન અને ટકાઉ વિકાસમાં આગેવાની લેવી જોઈએ. આફ્રિકન યુનિયનના એજન્ડા 2063, ખાસ કરીને તેના ઔદ્યોગિકરણના લક્ષ્યો માટે ભારતના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણ અને સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.વિદેશ મંત્રાલયના સચિવ દામ્મુ રવિએ આ મુલાકાત અંગે પત્રકારોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને નામિબિયાના રાષ્ટ્રપ્રમુખ નેતુમ્બો નાંદી-એન્દાઇતવાહ વચ્ચે વિન્ડહોકમાં સંખ્યાબંધ મુદ્દાઓ પર મંત્રણા થઈ હતી.નામિબિયાની મુલાકાત સાથે પ્રધાનમંત્રીની પાંચ રાષ્ટ્રો- ઘાના, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામબિયાનો સફળ પ્રવાસ પૂર્ણ થયો છે.