પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોની તેમની મુલાકાતના ચોથા તબક્કામાં આજે બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે, 17મા બ્રિક્સ સંમેલનમાં હાજરી આપશે. દરમિયાન, પ્રધાનમંત્રી વૈશ્વિક શાસનમાં સુધારા, શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા, કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક સ્વાસ્થ્ય, આર્થિક અને નાણાકીય બાબતો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સંમેલન દરમિયાન શ્રી મોદી અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજે તેવી શક્યતા છે.શ્રી મોદી બ્રાસિલિયાની પણ યાત્રા કરશે જ્યાં તેઓ વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા પર રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
Site Admin | જુલાઇ 6, 2025 9:02 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે
