પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘ઓપરેશન સિંદૂર “નો ઉલ્લેખ કરી ખાતરી આપી કે ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીયોના લોહી વહેવડાવનારા આતંકવાદીઓ માટે કોઈ આશ્રય સુરક્ષિત નથી. તેમણે ઉમેર્યું હતું કે,વિશ્વએ તાજેતરમાં ભારતની તાકાત જોઈ છે કારણ કે આ કામગીરી વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે નવી દિલ્હીની મક્કમ અને અડગ નીતિને સ્પષ્ટપણે દર્શાવે છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ- નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતની શતાબ્દી ઉજવણી દરમિયાન આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસવ્યક્ત કર્યો કે આગામી સમયમાં, ભારતમાં બનેલા શસ્ત્રો વૈશ્વિક સ્તરે માન્યતા અને પ્રશંસા મેળવશે.
શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુના આદર્શો સમગ્ર માનવતા માટે એક મહાન ખજાનો છે. તેમણે કહ્યું કે એક સદી પહેલા શિવગિરી મઠ ખાતે શ્રીનારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે થયેલી ઐતિહાસિક વાતચીતે સ્વતંત્રતા ચળવળને નવી દિશા આપી અને વિકાસ ભારત તરફ ભારતની યાત્રાને પ્રેરણા આપી રહી છે. શ્રી મોદીએ ઉમેર્યું આજે તમામ વર્ગના લોકો વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.