ગઇકાલે સાયપ્રસમાં વ્યાપારી ગોળમેજી પરિષદમાં ભાગ લીધા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ શિક્ષણ, ડિજિટલ ભાગીદારી અને પ્રાદેશિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરશે. આ ચર્ચામાં ભારત-EU ભાગીદારી અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર જેવા વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ નિવાસમાં તેમના સન્માનમાં આયોજિત સત્તાવાર ભોજન સમારોહ સાથે તેમની સાયપ્રસ મુલાકાતનું સમાપન કરશે.સાયપ્રસથી, શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ જશે. G7 સમિટ પછી, પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયાની મુલાકાત લેશે અને રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિક અને પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક સાથે મુલાકાત કરશે.
Site Admin | જૂન 16, 2025 9:35 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નિકોસિયામાં સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે
