ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 2, 2025 7:53 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સૅન્ટિયાગો પૅના પલાસિઑસ સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ સૅન્ટિ-યાગો પૅના પલાસિ-ઑસ સાથે વાતચીત કરશે. બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય સંબંધના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા થવાની સંભાવના છે. રાષ્ટ્રપ્રમુખ પૅના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે.
પરાગ્વેના રાષ્ટ્રપ્રમુખ આજથી ભારતના ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓ સહિત ઉચ્ચ-સ્તરનું પ્રતિનિધિમંડળ પણ હશે.ઉલ્લેખનીય છે કે, ભારત અને પરાગ્વે વચ્ચે વર્ષ 1961માં રાજદ્વારી સંબંધ સ્થાપિત થયા હતા. દાયકાઓથી બંને દેશ વચ્ચે સારા સંબંધ છે. બંને દેશે વેપાર, ખેતી, આરોગ્ય, ઔષધ અને માહિતી-ટૅક્નોલૉજી સહિત વિવિધ ક્ષેત્રમાં સહકાર વિકસાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ