પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 122-મી કડી હશે.
આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ ઍપ્લિકેશન, આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણીથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે.
Site Admin | મે 25, 2025 7:09 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારોરજૂ કરશે
