પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આતંકવાદ હોય કે પછી અશાંતિ ફેલાવનારા માઓવાદીઓ, અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ચાલે છે.’
નવી દિલ્હીમાં આજે બે દિવસના રાઈઝિંગ નૉર્થ-ઇસ્ટ ઇન્વૅસ્ટર સમિટનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, ‘વિકસિત ભારતના નિર્માણ માટે દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે.’
રોકાણકારોને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રની ઓળખ કરવાનો આગ્રહ કરતાં શ્રી મોદીએ કહ્યું, ‘ઉત્તર-પૂર્વના રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે.’ ઉત્તર-પૂર્વમાં વૈશ્વિક પરિસદ, અન્ય કાર્યક્રમ અને લગ્ન સમારોહના આયોજન કરવાની અપાર સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ સંમેલનનો ઉદ્દેશ ઉત્તર-પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે ઉજાગર કરવા અને અહીં વૈશ્વિક તથા સ્થાનિક રોકાણને આકર્ષવાનો છે.