પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી. અગાઉ, તેમણે રાજસ્થાનમાં બિકાનેર નજીક દેશનોકમાં પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને દેશના સૌથી અનોખા મંદિરોમાંના એકમાં પ્રાર્થના કરી. રેલ્વે વિદ્યુતીકરણ, માર્ગ માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ ઉર્જાના વિવિધ મહત્વપૂર્ણ
લગભગ 26,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં દેશના વિકાસની ગતી વેગવંતી બની છે..
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૬ જિલ્લાઓમાં અગિયાર હજાર સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ૧૦૩ પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતુંકે રેલવેના મુસાફરોની સુવિધાઓ માટે દેશભરના એક હજાર ત્રણસો રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ થઇ રહ્યો છે..
અહી ઉપસ્થિતિ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારતીય સેનાએ 22 મિનિટમાં જ આતંકવાદીના નવ ઠેકાણાને જમીનદોસ્ત કરીને ધર્મ પૂછીને હત્યા કરનારાને જવાબ આપ્યો હતો..
Site Admin | મે 22, 2025 1:47 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી
