પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતેજશે. શ્રી મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી સત્તાવાર મુલાકાત હશે. અગાઉ તેમણે 2016અને 2019 માં મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત માટે સાઉદી અરેબિયાનાવ્યૂહાત્મક મહત્વને પ્રતિબિંબિત કરે છે. સાઉદી અરેબિયા ભારતની ઉર્જા સુરક્ષા માટેમહત્વપૂર્ણ છે અને વિશ્વના સૌથી મોટા ભારતીય પ્રવાસી સમુદાયોમાંનું એક છે. તેવિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી ભારતીય વિદેશી વસ્તી માનવામાં આવે છે. ઇસ્લામિક વિશ્વમાં સાઉદી અરેબિયાની મુખ્યભૂમિકા અને પ્રાદેશિક વિકાસમાં તેની વધતી જતી સંડોવણી આ રાજદ્વારી મુલાકાતને વધુમહત્વપૂર્ણ બનાવે છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધોને વધુ ગાઢબનાવવાની તક પૂરી પાડશે.
Site Admin | એપ્રિલ 21, 2025 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે
