પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી યમુનાનગરમાં 800 મેગાવોટના દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી યમુનાનગરના મુકરબપુર ખાતે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. તેઓ ભારતમાલા પરિયોજના હેઠળ 14 કિલોમીટરથી વધુ લાંબા રેવાડી બાયપાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. જેનાથી દિલ્હી-નારનૌલ વચ્ચેનું અંતર એક કલાક ઓછું થશે.
Site Admin | એપ્રિલ 13, 2025 2:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે
