ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 8, 2025 1:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને ધિરાણની સુવિધા મળે અને વિકાસની તક મળે તે માટે તેમની સરકાર એક મજબૂત માળખું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થવા અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે મુદ્રા લાભાર્થીઓમાંથી અડધા SC, ST અને OBC સમુદાયોના છે, અને 70 ટકાથી વધુ લાભાર્થીઓ મહિલાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાએ નાણાકીય સમાવેશ ઉપરાંત સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા પણ સુનિશ્ચિત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવાસસ્થાને આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં ભાર મૂક્યો હતો કે મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિક કૌશલ્ય દર્શાવવાની તકો આપી છે.
લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે ભાર મૂક્યો કે આ યોજનાનો હેતુ યુવાનોને સશક્ત, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવાનો છે. શ્રી મોદી સાથે વાત કરતાં એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને 20 લાખ રૂપિયા સુધીની મુક્ત લોન પૂરી પાડે છે. છેલ્લા દસ વર્ષમાં, આ યોજના હેઠળ લગભગ 33 લાખ કરોડ રૂપિયાની 52 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ