પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ અને શ્રીલંકાની સફળ મુલાકાત પૂર્ણ કરીને ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડમાં બેંગકોક ગયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકેના આમંત્રણ પર રાજકીય મુલાકાત માટે કોલંબો ગયા હતા.નવી દિલ્હી પહોંચતા પહેલા શ્રી મોદીએ ગઇકાલે તમિલનાડુની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે રામેશ્વરમમાં નવનિર્મિત પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તમિલનાડુમાં આઠ હજાર 300 કરોડ રૂપિયાથી વધુની વિવિધ રેલ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.
Site Admin | એપ્રિલ 7, 2025 9:45 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ અને શ્રીલંકાની સફળ મુલાકાત પૂર્ણ કરીને ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા
