એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે થાઇલેન્ડ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષી વાતચીત કરશે. તેઓ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત-થાઇલેન્ડ દ્વિપક્ષી ભાગીદારીને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. તેઓ અનેક દ્વિપક્ષી દસ્તાવેજો પ રહસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે.