નવસારીના જલાલપોરના વાંસી બોરસી ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર તૈયારીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, આ લખપતિ દીદી કાર્યકમમાં પ્રધાનમંત્રીની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.
Site Admin | માર્ચ 7, 2025 9:56 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠમી માર્ચના નવસારીના કાર્યક્રમની સલામતીની વ્યવસ્થા મહિલા પોલીસ દ્વારા કરાશે.
