ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 1:26 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વૅબિનારમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વૅબિનારમાં ભાગ લેશે. વૅબિનારના મુખ્ય વિષયોમાં રોકાણ, અર્થવ્યવસ્થા અને નવીનતા સામેલ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત પણ કરશે.
પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણથી પ્રેરણા લઈને સરકારે રોજગારમાં વૃદ્ધિ કરવા અને રોજગારની વધુ તકનું સર્જન કરવા માટે અનેક પગલાં લીધા છે. આ વૅબિનાર સરકાર, ઉદ્યોગ, શિક્ષણવિદો અને લોકો વચ્ચે સહકાર વધારશે. તેમ જ પરિવર્તનલક્ષી અંદાજપત્ર જાહેરાતોને અસરકારક પરિણામમાં ફેરવવા માટેની ચર્ચાઓને પ્રોત્સાહિત કરશે.
વૅબિનારમાં વિચાર-વિમર્શનો ઉદ્દેશ ટકાઉ અને સમાવેશક વિકાસનો માર્ગ મોકળો કરવાનો, ટેક્નોલૉજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ તથા વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં કામ કરનારા કુશલ અને સ્વસ્થ કાર્યબળનું નિર્માણ કરવાનો છે.