પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે. નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાન-એ-ખુસરૌ સુફી સંગીત મહોત્સવમાં હાજરી આપતા પ્રધાનમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો. ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. તે આવતા મહિનાની બીજી તારીખ સુધી યોજાશે. આ મહોત્સવમાં અમીર ખુસરૌના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકઠા કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ આવનાર રમઝાન નિમિત્તે સમગ્ર રાષ્ટ્રને શુભેચ્છાઓ પણ પાઠવી.
Site Admin | માર્ચ 1, 2025 9:30 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે.
