પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.
14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલો ભારત ટેક્સ કાર્યક્રમ કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો, એસેસરીઝ વગેરે સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્મ, કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70 થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક પરિષદ યોજાઇ રહી છે.
આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, 5,000 થી વધુ પ્રદર્શકો, 120 થી વધુ દેશોના 6,000 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને અન્ય મુલાકાતીઓ ભાગ લેશે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ (ITMF), ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (ICAC) સહિત વિશ્વભરના 25 થી વધુ અગ્રણી વૈશ્વિક કાપડ સંસ્થાઓ અને સંગઠનો પણ ભાગ આ કાર્યક્રમ માં ભાગ લેશે
Site Admin | ફેબ્રુવારી 16, 2025 3:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે
