ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:54 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમની આકાંક્ષાઓ રાષ્ટ્રની પ્રગતિને વેગ આપી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ મધ્યમ વર્ગને આર્થિક રીતે સધ્ધર કરી તેમને સશક્ત બનાવવાના સરકારના નિર્ણય પર પ્રકાશ પાડ્યો.
શ્રી મોદીએ કહ્યું કે, દેશમાં એક નવ-મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને તેમની સરકાર આ નવ-મધ્યમ વર્ગ સાથે મજબૂત પ્રતિબદ્ધતાઓ સાથે ઉભી છે. તેમણે કહ્યું કે, 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે જે તેમના માટે ગર્વની વાત છે. ભાજપની આગેવાની હેઠળની NDA સરકારનું વિકાસ મોડેલ ‘રાષ્ટ્ર પ્રથમ’ છે. તેમણે કહ્યું કે, લોકોએ આ મોડેલનું પરીક્ષણ કર્યું છે, સમજ્યું છે અને સમર્થન આપ્યું છે અને તેથી તેમની સરકારને ત્રીજી વખત જનાદેશ
આપ્યો છે.
પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે તેમની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના હિતોના રક્ષણ માટે કાયદાઓને મજબૂત બનાવ્યા છે. શ્રી મોદીએ દિવ્યાંગજનોના કલ્યાણ માટે સરકારના પ્રયાસો વિશે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા આક્ષેપ પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ પોતાના સમાપન ભાષણમાં કહ્યું કે, રાષ્ટ્રપતિના ભાષણમાં દેશની સિદ્ધિઓ, ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ, દેશના સામાન્ય માણસના આત્મવિશ્વાસ અને વિકાસ ભારતના સંકલ્પ વિશે વિગતવાર વર્ણન હતું.