ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 7:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઇન ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે.
વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સામુદિયિક રેડિયો સ્ટેશન, એફએમ રેઇન્બો, એફએમ ગોલ્ડ અને અન્ય FM ચેનલ સહિત આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી તેનું પ્રસારણ થશે. આકાશવાણી અમદાવાદની અમારી યુટ્યૂબ ચેનલ Air News Gujarat ઉપરથી પણ તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પર પ્રધાનમંત્રીના સંબોધનનું પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે સાડા નવ વાગ્યે સાંભળી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ