ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 1:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલમેક્રોંના સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું, ગયા વર્ષે 75મા પ્રજાસત્તાક દિવસે શ્રીમેક્રોંની હાજરીથી બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારી અને કાયમી મિત્રતાનો મહત્વનુંસીમાચિહ્ન હતું. શ્રી મોદીએ પેરિસમાં A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા કાર્ય સમિતિમાં તેમને મળવા તેઓ ઉત્સુક હોવાનો પણ ઉલ્લેખ કર્યોહતો.      આયર્લૅન્ડના પ્રધાનમંત્રીમાઈકલ માર્ટિનના એક સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું, લોકશાહીમાં પરસ્પર વિશ્વાસના આધારે ભારત અને આયર્લૅન્ડવચ્ચે મિત્રતા આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.