પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ‘બંધારણ દેશનું માર્ગદર્શક છે. આજે દેશ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધતા પોતાની વિવિધતા પર ગર્વ કરી રહ્યો છે.’ શ્રી મોદીએ ભારતીય સંવિધાનને દેશની હજારો વર્ષોની પરંપરાની આધુનિક અભિવ્યક્તિ પણ ગણાવી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 3:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
