ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 2:28 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધન- I.C.A.ના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધન- I.C.A.ના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આંતર-રાષ્ટ્રીય સહકાર ગઠબંધનના 130 વર્ષના ઇતિહાસમાં પેહલી વાર વૈશ્વિક સહકાર સંમેલન અને સામાન્ય સભા ભારતમાં યોજાઈ રહી છે.
આ પ્રસંગે શ્રી મોદી આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 પર સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે. સંમેલનમાં ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિન્ગ તોબગે અને ફિઝીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકા પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ખેડૂતો માટેની સહકારી સંસ્થા ઇફ્કો આઈસીએ, ભારત સરકાર અને સહકારી સંસ્થાઓ અમૂલ તથા કૃભકોના સહયોગથી વૈશ્વિક સંમેલન યોજાઈ રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ