ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 9:25 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન 82 હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે .. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપશે… તેઓ દાહોદમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.. કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાના પ્રવાસ માળખાના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે
દાહોદમાંથી પ્રધાનમંત્રી રેલ પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.. દાહોદથી પ્રધાનમંત્રી ભુજ જશે અને સાંજે ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
ભૂજથી તેઓ ગાંધીનગર ખાતે આવશે જ્યાં તેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે .. પ્રધાનમંત્રી ગાંધીનગર માં 27 મેના રોજ સવારે ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરશે.
મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ પીએમએવાય હેઠળ 22000થી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ 3300 કરોડનું ભંડોળ પણ જાહેર કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ