ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 7:55 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી કેરળમાં આજે દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે. શ્રી મોદી બંદરના સંચાલન ભવનની પણ મુલાકાત લેશે અને નિયંત્રણ પ્રણાલિઓનું નિરીક્ષણ કરશે. જાહેર-ખાનગી ભાગીદારી મૉડલ અંતર્ગત આ બંદરનો વિકાસ કરાશે. વિઝિન્જમ બંદરના પહેલા તબક્કાનું નિર્માણ ડિસેમ્બર 2024માં પૂર્ણ થયું હતું. આ બંદર કેરળની મહત્વની પરિયોજના છે અને અંદાજે ત્રણ દાયકાથી તે પૂર્ણ થાય તેવી રાહ જોવાઈ રહી છે.
આ સમારોહમાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનન્દ સોનોવાલ, રાજ્ય મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.