ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2025 3:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21-મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21-મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી ન હોય તેમને સત્વરે ખેડૂત I.D.ની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.
રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે નોંધણી કરાવી શકે તે માટે ગ્રામ્યકક્ષાએ ઝૂંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ સત્વરે નોંધણી કરાવવા ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.
ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મૉબાઈલ ઍપ્લિકૅશનથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, સમાન સેવા કેન્દ્ર CSC અથવા ગ્રામ પંચાયતમાં કમ્પ્યૂટર ઑપરેટર મારફતે પણ નોંધણી કરાવી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.