ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 2, 2025 3:15 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાનું માળખું તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આંધ્રપ્રદેશમાં સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ છ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને એક રેલવે પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત શ્રી મોદી વિધાનસભા, વડી અદાલત, સચિવાલય, વહીવટી ભવન અને પાંચ હજાર 200-થી વધુ પરિવાર માટેના આવાસના મકાનોની પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના નાગાય-લંકામાં અંદાજે એક હજાર 460 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મિસાઈલ પરિક્ષણ રૅન્જનું ખાતમુહૂર્ત કરશે. તેમાં લૉન્ચ સેન્ટર, ટૅક્નિકલ ઉપકરણ સુવિધા, સ્વદેશી રડાર, ટૅલિમેટ્રી અને ઇલેક્ટ્રૉ-ઑપ્ટિકલ પ્રણાલિ સામેલ હશે, જે દેશની સંરક્ષણ તૈયારીઓને સુદ્રઢ બનાવશે. આ ઉપરાંત શ્રી મોદી અન્ય પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.