ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 2, 2025 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ કેરળમાં વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને બંદર શહેરો વિકસિત ભારતના વિકાસના મુખ્ય કેન્દ્રો બનશે. ભારતની દરિયાઈ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટનામાં, પ્રધાનમંત્રીએ આજે કેરળમાં વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.વિઝિંજમ બંદરને નવા યુગના વિકાસનું પ્રતીક ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય, વેપારનું વિસ્તરણ થાય અને સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય ત્યારે સાચો વિકાસ પ્રાપ્ત થાય છે.   

8 હજાર 800 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું વિઝિંજમ ડીપવોટર બંદર, વિશ્વના સૌથી મોટા માલવાહક જહાજોના સરળતાથી આગમનને સક્ષમ બનાવે છે.  દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત બંદર વિઝિંજમ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.