ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 7:42 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર જે નીતિઓ પર કામ કરીરહી છે તે આગામી હજાર વર્ષનું ભવિષ્ય ઘડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકાર જે નીતિઓ પર કામકરી રહી છે તે આગામી હજાર વર્ષનું ભવિષ્ય ઘડશે. શ્રી મોદીએ દરેકને દેશ માટેનાતેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે દરરોજ અને દરેક ક્ષણે અથાક મહેનત કરવા વિનંતીકરી. આજે નવી દિલ્હીમાં 17મા સિવિલ સર્વિસીસ દિવસનિમિત્તે સિવિલ સેવકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10-11 વર્ષમાંવિકસિત ભારત માટે મજબૂત પાયો નખાયો છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાટે સામૂહિક પ્રયાસ અને દ્રઢ નિશ્ચયના મહત્વ પર પણ ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને વિશ્વની ત્રીજીસૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઝડપથી રૂપાંતરિત કરવામાં સિવિલ સેવકોની મોટી જવાબદારીછે. શ્રી મોદીએ સનદી કર્મચારીઓને આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં આવતી તમામઅવરોધોને દૂર કરવા હાકલ કરી.આ પ્રસંગે, શ્રી મોદીએ જિલ્લાઓનાસર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષીબ્લોક્સ કાર્યક્રમ અને નવીનતાની શ્રેણીઓમાં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેપ્રધાનમંત્રી પુરસ્કારો સનદી કર્મચારીઓને અર્પણ કર્યા. તેમણે બે ઈ-પુસ્તકો પણપ્રકાશિત કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.