નવેમ્બર 12, 2024 3:28 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા કાર્તિકી પૂર્ણિમાના મેળાના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવાયત ખવડ અને બિરજુ બારોટે લોકસાહિત્ય તેમજ લોકગીતની પ્રસ્તુતિ રજૂ કરી હતી. ‘સોમનાથ મહોત્સવ-૨૦૨૪’ અંતર્ગત આજે અપેક્ષા પંડ્યા-ચિરાગ સોલંકી, આવતી કાલે કિર્તીદાન ગઢવી, ગુરૂવારે રાજભા ગઢવી અને શુક્રવારે માયાભાઈ આહિર અને જાહલ આહિર લોકસાહિત્ય અને લોકગીત રજુ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.