પ્રતિષ્ઠિત એક્સિઓમ-4 મિશન આવતીકાલે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સાંજે 5:52 વાગ્યે લોન્ચ થશે. આ ઐતિહાસિક મિશન અમેરિકા, ભારત, પોલેન્ડ અને હંગેરીના ચાર અવકાશયાત્રીઓને લો અર્થ ઓર્બિટમાં 14 દિવસના વૈજ્ઞાનિક મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જશે.એક્સિઓમ-4 મિશન પરના ચાર અવકાશયાત્રીઓમાં ભારતના સુભાંશુ શુક્લા, પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી, હંગેરીના ટિબોર કાપુ અને અમેરિકાના પેગી વ્હિટસનનો સમાવેશ થાય છે. નાસાના અવકાશયાત્રી વ્હિટસન મિશન કમાન્ડર તરીકે સેવા આપશે, જ્યારે શુક્લા 1984ના રાકેશ શર્માના મિશન પછી અવકાશમાં મુસાફરી કરનાર ભારતના બીજા અવકાશયાત્રી બનશે.
Site Admin | જૂન 9, 2025 8:25 એ એમ (AM)
પ્રતિષ્ઠિત એક્સિઓમ-4 મિશન આવતીકાલે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સાંજે 5:52 વાગ્યે લોન્ચ થશે
