ભારત સરકારે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને હાકલ કરી છે. ભારતે પણ આ પ્રતિષ્ઠિત ઇમારતને જાળવવામાં મદદનો પ્રસ્તાવ મુક્યો છે બંગાળી સાંસ્કૃતિક પુનરુજ્જીવનનું પ્રતીક છે. મૈમનસિંઘમાં આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવાના પગલાને ગંભીર દુઃખની બાબત ગણાવીને, ભારતે બાંગ્લાદેશને આ ઇમારત બંને દેશોની સહિયારી સંસ્કૃતિનું પ્રતીક કરતા સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા અનુરોધ કર્યો છે.
આ પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક ઇમારત સત્યજીત રેના દાદા અને પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીની હતી. હાલમાં બાંગ્લાદેશ સરકારની માલિકીની મિલકત જર્જરિત હાલતમાં છે. બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા આ ઇમારત તોડી પાડવામાં આવનાર હોવાના અહેવાલો બાદ વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આવી છે
Site Admin | જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM)
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પૈતૃક મિલકત તોડી પાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા બાંગ્લાદેશને ભારતની અપીલ
