રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર વધતા અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર અંકુશ લાવવા એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા પીડિતાઓને ન્યાય મળ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યુ છે કે, પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. પોક્સો કેસમાં 3 વર્ષમાં અદાલતે 974 ચુકાદાઓમાં કડક સજા કરી છે. આ પૈકી 574 આજીવન કેદ અને 11ને ફાંસીની સજા કરી છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:21 એ એમ (AM)
પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી.
