ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 8:47 એ એમ (AM)

printer

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુરક્ષાને મજબૂત કરશે.
દરમિયાન પૉલૅન્ડના પ્રધાનમંત્રી ડૉનાલ્ડ ટસ્કે ફ્રાન્સના પરમાણુ અવરોધને યુરોપ સુધી વિસ્તારવાના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંના પ્રસ્તાવ મામલે ફ્રાન્સ સાથે ચાલી રહેલી વાટાઘાટોની પુષ્ટિ કરી હતી. જોકે, મૉસ્કોએ આ વિચારની ટિકા કરતા તેને ઘણો સંઘર્ષાત્મક ગણાવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ