પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતવા બદલ શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સુશ્રી મુર્મુએ શરદ કુમાર અને મરિયપ્પનને પુરૂષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજત અને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે, ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું ગૌરવ વધારશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરે જીત માટે દૃઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. દેશને તેમના પર ગર્વ છે. મરિયપ્પન થાંગાવેલુને અભિનંદન આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે છેલ્લી ત્રણ પેરાલિમ્પિકમાં સતત ચંદ્રક જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. શ્રી મોદીએ શરદ કુમારને અભિનંદન આપતાં કહ્યું કે, તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દરેક માટે પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રીએ સુંદર સિંહ ગુર્જર અને અજિત સિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:21 પી એમ(PM)
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા
