ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2025 10:30 એ એમ (AM)

printer

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, શિક્ષણ ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેવું જોઈએ.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, શિક્ષણ ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રમાં રહેવું જોઈએ. નવી દિલ્હીમાં શાળા શિક્ષણ પર એક સત્રને સંબોધતા તેમણે ભાર મૂક્યો કે દેશના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. . તેમણે કહ્યું કે ભારતની આજની ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થી 2047 સુધીમાં 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સુધીની સફર સાર્વત્રિક, ઉચ્ચ-ગુણવત્તાવાળા અને સમાવિષ્ટ શિક્ષણ દ્વારા જવાબદાર નાગરિકોની પેઢીને ઉછેરવા પર આધારિત છે. શ્રી પુરીએ કહ્યું કે શિક્ષણના અધિકારની બંધારણીય ગેરંટી પછી સાક્ષરતા અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે