પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષે મેક્સિકોને વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક અકસ્માત ધરાવતો સાતમો દેશ ગણાવ્યો છે, જ્યારે અકસ્માતોથી થતાં મૃત્યુમાં લેટિન અમેરિકા ત્રીજા ક્રમે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.